← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉષા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નહીં અંધારું,
નહીં તડકો —
બેઉની વચ્ચેની
એક ઝીણી ઘડી.

દૂધવાળાની સાઇકલની ઘંટડી,
મંદિરનો પહેલો ઘંટ,
ને બાનું
ઝાડુ.

બધું
ધીમે ધીમે
પોતાના રંગમાં આવે છે —
લીમડો લીલો થાય,
નળિયાં લાલ થાય,
આકાશ
ભૂરું થવાનું
વિચારે છે.

આ જ ઘડીએ
રોજ
હું પણ
થોડો થોડો
પાછો
માણસ થાઉં છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅરધી રાતેઆગલો લેખ →હંસ ને મોતી