ઉદાસી
નદીના અબોલા કિનારે ઉદાસી,
ટકી છે અધૂરા સહારે ઉદાસી.
ગયા સૌ પ્રવાસી, રહે એક માળો,
હવે ડાળ ઝૂલે, વધારે ઉદાસી.
પડે સાંજ, ને ઓરડા સાવ સૂના,
ધરું દીપ જ્યાં, ત્યાં જ ઠારે ઉદાસી.
ભરી ભીડમાં હું હસું ખૂબ, તોયે
મને એક ખૂણે પુકારે ઉદાસી.
પરાગે લખી જ્યાં ગઝલ એક ઝીણી,
બની ગીત, ઊંચે મિનારે ઉદાસી.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉદાસી #એકલતા #સાંજ #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Melancholy #Solitude #EmptyNest #SadnessIntoSong #ParagRatanpara