← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટ્યૂબલાઇટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગ્ન પહેલાં
એ મારા માટે
આકાશમાંથી ચાંદ તોડી લાવવાની
વાતો કરતો.

લગ્ન પછી
ઓરડાની ટ્યૂબલાઇટ બદલવાનું
ત્રણ અઠવાડિયાથી
ભૂલી જાય છે.

મને ફરિયાદ નથી.

કાલે રાતે
અંધારામાં
અમે બંને
એકબીજાનો હાથ શોધતાં હતાં —
ને મળી ગયો.

ચાંદ કરતાં
એ હાથ
જરા વધારે પાસે હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝરમર મેહુલોઆગલો લેખ →વધારાની થાળી