તું મળે
રાત વીતે, આંખ ખૂલે, ત્યાં વહાણે તું મળે,
ભાત ભાણે, ને ભજનના સૌ ય ટાણે તું મળે.
રાજદરબારે નથી તું, ના ખજાને, ના મુગટ,
આખરે સૂના, સળગતા એ મસાણે તું મળે.
કોઈ મૂરતમાં જુએ, ને કોઈ ભૂખ્યા પેટમાં,
દિલ હશે જેવું, બરાબર એ પ્રમાણે તું મળે.
શોધવા તુજને ગયો હું કૈંક તીરથ, ધામમાં,
ભીડમાં, બસમાં, બજારે, ને અજાણે તું મળે.
આ ‘પરાગે’ શબ્દમાં શોધ્યો, સુગંધે શોધિયો,
મ્હેકમાં, ઝાકળ મહીં, ને ભક્ત-ગાણે તું મળે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઈશ્વર #ભક્તિ #શોધ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #SeekingGod #Devotion #DivineEverywhere #Spirituality #ParagRatanpara