ભાષણ
સ્ટેજ ઉપર સાહેબ ઊભા, હાથમાં માઈક લઈ,
બે મિનિટ કહીને બોલ્યા, ને વાગી ગયા છ-છ!
‘ભાઈઓ ને બહેનો’ કહીને ઊપડ્યા એવા જોરમાં,
પહેલી હરોળ ઊંઘી ગઈ, ને બાકી બધા શોરમાં;
ચા ઠરી ગઈ, ભજિયાં ઠર્યાં, ઠરી ગયો મંડપ પણ…
સ્ટેજ ઉપર…
ગાંધી, સરદાર, વિવેકાનંદ, સૌને યાદ કર્યા,
વચમાં પોતાના દાદાના પણ ગુણ સો ગાયા;
તાળી પડી તો સમજ્યા વાહ, પણ ઈ તો મચ્છર મારવા પણ…
સ્ટેજ ઉપર…
પરાગ કહે: જે ટૂંકું બોલે, એની વાત ઘર પહોંચે,
લાંબા ભાષણનો તો માઈક પણ આંખો મીંચે;
છેવટ ચોકીદારે આવી કાપ્યો વીજળીનો કરંટ!…
સ્ટેજ ઉપર…
– પરાગ રતનપરા