તું
બજારમાં
કોઈ સ્ત્રીની સાડીનો પાલવ
પવનમાં ઊડ્યો —
તું.
બસસ્ટૉપ પર
કોઈ હસી પડ્યું,
અડધું, શરમાતું —
તું.
મંદિરમાં
ઘંટ વાગ્યો,
ને ધૂપની સેર લહેરાઈ —
તું.
ઘેર આવીને
અરીસામાં જોયું —
ત્યાં પણ
તું.
હવે સમજાયું:
તું ક્યાંય ગઈ નથી;
હું જ
તારા વગર
ક્યાંય રહ્યો નથી.
– પરાગ રતનપરા