← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ત્રીસમી જાન્યુઆરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મ્યુઝિયમના કાચના ખાનામાં
ગાંધીજીનાં ચશ્માં,
ઘડિયાળ,
ને ઘસાયેલાં ચંપલ.

નિશાળનાં છોકરાં આવ્યાં.
ટીચરે કહ્યું: ‘લાઇનમાં!’
છોકરાંએ
કાચ સામે ઊભા રહી
સેલ્ફી લીધી —
બે આંગળીનો ‘વી’ બનાવીને.

ચશ્માં
કાચની પેલી પાર
ચુપચાપ જોતાં રહ્યાં.

ઘડિયાળ તો
ક્યારની બંધ છે.
પણ મને લાગ્યું,
એ ચશ્માંની પાછળ
કોઈ આંખ
હજી
ખુલ્લી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકોરો કૅન્વાસઆગલો લેખ →થઈને ઊગશું