ત્રણ નાનાં કાવ્ય
૧. મન
મન
કાચના ગ્લાસ જેવું છે —
ભરેલું હોય ત્યારે
કોઈને દેખાતું નથી,
તૂટે ત્યારે
આખું ઘર સાંભળે છે.
૨. ભય
અંધારામાં
મને ભૂતનો ડર નથી લાગતો,
ડર લાગે છે
કે અજવાળું થશે
ત્યારે
હું કોણ નીકળીશ.
૩. ઘર
ઘર
ઈંટોથી નહીં,
રાહ જોવાથી બને છે —
કોઈ બારીએ ઊભું રહીને
તમારું
મોડું થવાનું
માફ કરી દે, એ.
– પરાગ રતનપરા