તો ફળે
રોજ દીવો કરું, પ્રાર્થના તો ફળે,
તું મળે તો જનમ-કામના તો ફળે.
લોક બોલે ભલે, ગામ ગાજે ભલે,
જીદ મારી અડગ, ઝંખના તો ફળે.
આંખમાં રાતભર એક દીવો બળે,
એ જ દીવે બળી સાધના તો ફળે.
પાંચ વરસે ફરી હાથ જોડી નમે,
વોટ મળતાં જ એ વંદના તો ફળે!
ફૂલ ખીલે, ખરે, તો ય રાજી રહે,
આ પરાગી હવા, ભાવના તો ફળે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીદ #પ્રેમ #પ્રાર્થના #શ્રદ્ધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Persistence #LoveAndPrayer #Faith #WishesComeTrue #ParagRatanpara