← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જ્યાં જોઉં ત્યાં તું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં જ્યાં જોઉં ત્યાં તું જ, સાંઈ, બીજું કાંઈ ન ભાળું,
આંખ ઉઘાડું તો અજવાળું, મીંચું તો ય અજવાળું…

ફૂલે જોયો, ઝાકળ જોયો, જોયો પંખીની પાંખે,
મંદિર ગઈ તો મૂરત જોઈ, જોઈ ભિખારણની આંખે;
જ્યાં ડોકિયું કરું, ત્યાં સાંઈ, તારું ઘર-ઝૂંપડું ન્યાળું…
જ્યાં જ્યાં જોઉં…

હું શોધવા નીકળી’તી તને, ને ખોવાઈ ગઈ હું,
નામ ભૂલી, ને ભૂલી ગઈ હું મારું ‘હું’;
હવે મારામાં તું જ વસે, હું તો ખાલી ઠાલું…
જ્યાં જ્યાં જોઉં…

પરાગ કહે: આ રંગ ચડ્યો તે ઊતરે નહીં ધોયે,
જેને લાગ્યો એ જ જાણે, બીજું શું સમજે કોઈ?
રંગાઈ જા, પછી જગ આખું લાગે રંગ રૂપાળું…
જ્યાં જ્યાં જોઉં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતો ફળેઆગલો લેખ →રહીને પણ