← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટિટોડીનાં ઈંડાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શેઢે ટિટોડીએ મૂક્યાં ચાર ઈંડાં રે,
ચાર મહિના વરસે મેહુલો, ભરશે ખાલી હાંડાં રે.

ખેડુ કહે: ‘ઊંચે મૂક્યાં તો મેહ ઘણો આવે,
ટિટોડી તો આભનો કાગળ પહેલો વાંચી લાવે’;
કોઠીમાં બિયારણ હરખે, હરખે બળદ-ગાડાં રે…
શેઢે ટિટોડીએ…

વહુ વિચારે: ‘ચોમાસું તો આવે ને જાય ઢળી,
પરદેશ ગયેલા પિયુની ક્યાં કોઈ ચિઠ્ઠી મળી?
ટિટોડી, તું એના પણ ગણી દે ને દા’ડા રે…’
શેઢે ટિટોડીએ…

પરાગ કહે: આ પંખી નાનું, ભણ્યું નથી કંઈ ગણિત,
તોય વાંચે વાદળ-વાણી, જાણે ધરતીની રીત;
આપણ ભણ્યા ઘણું, ને ચાલ્યા ધરતીથી આડા રે…
શેઢે ટિટોડીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકલમઆગલો લેખ →બાંકડે