થજે તું
અમાસી નિશાનો ઉજાલો થજે તું,
ગરીબી ઘરે હો, નિવાલો થજે તું.
જગત તો જવાબો જ માગે સદાયે,
કદી સામસામે સવાલો થજે તું.
સગો દીકરો પણ ગયો દૂર દેશે,
ભલે પારકી મા, વહાલો થજે તું.
જમાનો બનાવે બધાને જ સરખા,
જરા તું અલગ પડ, નિરાલો થજે તું.
‘પરાગે’ હવાને કહી વાત ધીમી:
દરેકે ગલીનો ગુલાલો થજે તું.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેરણા #માનવતા #સેવા #અલગઓળખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Inspiration #Humanity #BeTheLight #Individuality #ParagRatanpara