← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

થઈ જા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉઠી મૌનમાંથી, મધુર સાજ થઈ જા,
ગગનને અડી, તું જ પરવાજ થઈ જા.

ભલે ખાર, ઊંડાણ, અંધાર ઘેરો,
રહી સીપમાં, સિંધુનો તાજ થઈ જા.

વતન ઝૂરતું, ઝૂરતી વૃદ્ધ મા ત્યાં,
ન કર કાલ પર વાત, તું આજ થઈ જા.

સભા મૌન, ખેંચાય છે ચીર, ત્યારે
ફરી કૃષ્ણ થઈ, કોઈની લાજ થઈ જા.

પરાગે ભરી સૂરમાં મ્હેક, બોલ્યો:
હૃદયથી હૃદય પર સદા રાજ થઈ જા.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેરણા #આત્મબળ #કરુણા #વર્તમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Inspiration #InnerStrength #Compassion #LiveNow #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઅધૂરું ઘરઆગલો લેખ →બોલે છે