← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોલે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવેલી મૌન છે આખી, છતાં ખંડેર બોલે છે,
બધા ઊંઘી ગયા ત્યારે, અહીં અંધેર બોલે છે.

વસે છે દીકરા દૂરે, હવે ઘરમાં જણાં ઘરડાં,
ઉદાસી ઓરડે ફરતી, હવે આ ઘેર બોલે છે.

ગઝલકારે નથી કીધું સભામાં એક પણ અક્ષર,
ગયો એ, તો હવે એનો બધો યે શેર બોલે છે.

ગયાં વરસો, ઠરી ગઈ સૌ ચિતાઓ પણ, છતાં આજે
હજી સરહદ ઉપર ઊભું, પુરાણું વેર બોલે છે.

પરાગે મૌન સાધ્યું તો, હવામાં ને સુગંધીમાં
ભ્રમરના ગુંજને ગુંજે, ખુદાની મ્હેર બોલે છે.

– પરાગ રતનપરા

#ગઝલ #મૌન #ખંડેર #એકલતા #સરહદ #પરાગરતનપરા
#GujaratiGhazal #SilenceSpeaks #Ruins #EmptyNest #Partition #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખથઈ જાઆગલો લેખ →દરિયો ગાજે