થાળી અને વિચાર
થાળમાં જે હોય એ તો દેહનો આધાર છે,
ને વિચારો જે ભરો એ જીવનો શણગાર છે;
કોળિયો પાવન હશે, પણ મેલ જો મનમાં હશે,
તો પ્રસાદી પેટમાં જઈને ય કાળો ભાર છે.
– પરાગ રતનપરા
થાળમાં જે હોય એ તો દેહનો આધાર છે,
ને વિચારો જે ભરો એ જીવનો શણગાર છે;
કોળિયો પાવન હશે, પણ મેલ જો મનમાં હશે,
તો પ્રસાદી પેટમાં જઈને ય કાળો ભાર છે.
– પરાગ રતનપરા