ટેન્કર
ઉનાળાની બપોરે
સોસાયટીના નાકે
પાણીનું ટેન્કર આવ્યું.
ડોલ, બેડાં, બાલદી, કેરબા —
એક આખી લાઇન,
જાણે મંદિરમાં
દર્શનની કતાર.
એક નાની છોકરી
પોતાનાથી મોટું બેડું લઈ
છેલ્લે ઊભી હતી.
એનો વારો આવ્યો ત્યાં
ટેન્કર ખાલી.
એ રડી નહીં.
એણે બેડું ઊંધું કર્યું,
ને નીચે ટપકતાં
છેલ્લાં ટીપાં
જીભ પર ઝીલ્યાં.
શહેરના પોસ્ટર પર
મોટા અક્ષરે લખ્યું હતું:
‘પાણી બચાવો.’
એ છોકરીએ
પાણી બચાવ્યું નહોતું,
પાણીએ
એ છોકરીને બચાવી લીધી હતી —
માત્ર ચાર ટીપાંથી.
– પરાગ રતનપરા