અચાનક
મને યાદ તારી જગાવી અચાનક,
પુરાણી કથાએ રડાવી અચાનક.
કબાટે હતો એક કાગળ પુરાણો,
ગડીના ગુલાબે હસાવી અચાનક.
બજારે હતી એ જ રંગીન ઓઢણ,
ફરી એ જ સાંજે ડુબાવી અચાનક.
જલાવી હતી જ્યોત વર્ષો સુધી મેં,
તમારા નિસાસે બુઝાવી અચાનક.
પરાગે છુપાવી હતી જે ગઝલમાં,
પવન એ જ ખુશ્બૂ ઝુલાવી અચાનક.
– પરાગ રતનપરા
#ગઝલ #યાદ #અચાનક #પ્રેમપત્ર #વિરહ #પરાગરતનપરા
#GujaratiGhazal #SuddenMemory #OldLetter #Nostalgia #LostLove #ParagRatanpara