← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટીપું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાએ
એક ટીપાને
પોતાનામાંથી છૂટું કરી
વાદળ પર ચડાવ્યું.

ટીપું
પર્વત પર પડ્યું,
ઝરણામાં ગાયું,
નદીમાં દોડ્યું,
ખેતરમાં
કોઈ ખેડૂતના પરસેવામાં ભળ્યું,
કોઈ માની આંખેથી
દીકરાના કપાળે પડ્યું.

વર્ષો પછી
થાકીને
પાછું દરિયે પહોંચ્યું.

દરિયાએ પૂછ્યું:
‘શું શીખ્યો?’

ટીપું બોલ્યું:
‘તારાથી છૂટો પડ્યો ત્યારે જ
હું તને
ઓળખી શક્યો.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશબ્દઆગલો લેખ →દુનિયાદારી