← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબ્દ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દ તો છે તીર, સજની, શબ્દ તો છે ફૂલ,
છૂટ્યા પછી પાછા ન વળે, એ જ જગની ભૂલ.

એક શબ્દે ઘર બંધાયું, એક શબ્દે તૂટ્યું,
એક મીઠા વેણે કોઈનું દુઃખનું બંધન છૂટ્યું;
એક કડવા બોલે આખી સગાઈ થઈ ગઈ ધૂળ…
શબ્દ તો છે તીર…

મા બોલી’તી પહેલો શબ્દ, ને મેં સાંભળ્યો ‘બેટા’,
ગુરુએ આપ્યો શબ્દ, ને થયા ભ્રમ સઘળા છેટા;
શબ્દે જ તો ઈશ્વર જાગે, શબ્દ જ જગનું મૂળ…
શબ્દ તો છે તીર…

પરાગ કહે: આ જીભ ઉપર રાખજે તું લગામ,
બોલ્યા પહેલાં તોલી લેજે, એ જ સાચું કામ;
મૌન પછી જે શબ્દ ખીલે, એ જ ખરું અણમૂલ…
શબ્દ તો છે તીર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખક્યાં ગયું એ રૂપ?આગલો લેખ →ટીપું