← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટેબલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામનું આખું ય સપનું છે ફસાયું ટેબલે,
ને પછી ભંડોળ ભજિયાંમાં ખવાયું ટેબલે.

બાબુઓના હાથ હાથે ઘૂમતી અરજી રહી,
સત્ય સઘળું ધૂળ નીચે ત્યાં દબાયું ટેબલે.

વર્ષ વીત્યાં, ના ખસી એકે ય ફાઈલ, ને જુઓ,
આ ઉધઈથી તંત્ર આખું યે ઘસાયું ટેબલે.

ફાઈલો સૂતી રહી, પણ નોટમાં ગાંધી હસે,
ને તરત આદેશનું પાનું છપાયું ટેબલે.

આ પરાગે પણ ધડકતું એક દિલ મૂક્યું હતું,
ફાઈલોની ભીડમાં એ ત્યાં ભુલાયું ટેબલે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સરકારીતંત્ર #લાંચ #લાલફીતાશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #Bureaucracy #RedTape #Corruption #Satire #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખપ્રાર્થનાઆગલો લેખ →હરિના હસ્તાક્ષર