← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તને સોંપ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખુશીનું કે ઉદાસીનું, ભરેલું મેં તને સોંપ્યું,
મળેલું જે હતું તારું, ઘડેલું મેં તને સોંપ્યું.

ન દીવો છે, ન ઘંટા છે, ન ચોખા છે, ન ચંદન છે,
હતું જે આંસુ પાંપણ પર, દડેલું મેં તને સોંપ્યું.

ભવિષ્યો જોઈને જ્યોતિષ ભલે ને ભાગ્યને ભાખે,
હથેળીમાં હતું જે પણ લખેલું, મેં તને સોંપ્યું.

ઘણી ઠોકર, ઘણા ઘાવો, ઘણી પીડા ય ઝીલી’તી,
હતું એ દિલ, ઉઝરડાથી સિવેલું, મેં તને સોંપ્યું.

‘પરાગે’ મ્હેક માગી’તી, મળી’તી તે કૃપાથી, લે,
હવે આ ફૂલ પણ પાછું, ખરેલું, મેં તને સોંપ્યું.

– પરાગ રતનપરા

#ગઝલ #સમર્પણ #ભક્તિ #શરણાગતિ #પ્રભુ #પરાગરતનપરા
#GujaratiGhazal #Surrender #Devotion #DivineGrace #OfferingToGod #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમૃત્યુનેઆગલો લેખ →ઓછું નથી