તને
કહે તો નદી થઈ ઝુલાવું તને,
કહે તો પવન થઈ હસાવું તને.
ન સોનું, ન ચાંદી, ન હીરા કને,
છતાં ફૂલ ગૂંથી સજાવું તને.
રિસાજે ભલે તું ઘડી બે ઘડી,
પછી ગીત ગાતો મનાવું તને.
ન એલાર્મ વાગે સવારે કદી,
કરી કલરવો હું જગાવું તને.
પરાગે ભરી મ્હેક આખા ગગન,
હવે ચાંદ-તારા બતાવું તને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #પ્રિયતમા #લાડ #રોમાંસ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveSongs #Beloved #Tenderness #Romance #ParagRatanpara