તણખલાંના માણસ
વાવાઝોડું આવ્યું
ત્યારે
મોટાં ઝાડ
મૂળ સહિત ઊખડી ગયાં.
ઘાસનાં તણખલાં
નમી ગયાં,
ધૂળમાં માથું મૂકી દીધું,
ને પવન
એમની ઉપરથી
ચાલ્યો ગયો.
સવારે
ગામે જોયું —
વડ પડ્યો છે,
પીપળ પડ્યો છે,
ને ઘાસ
ઊભું છે,
ઝાકળ લઈને.
અમે પણ
તણખલાંના માણસ છીએ.
અમારી પાસે
ન મોટાં મૂળ,
ન ઊંચી ડાળ,
ન નામ, ન ઠામ.
પણ
નમતાં આવડે છે,
ને વાવાઝોડું પસાર થાય
પછી
ઊભાં થતાં પણ.
– પરાગ રતનપરા