તમે
હતી રાત કાળી, ઉજાળી તમે,
સવારે ઉઠી ચા ઉકાળી તમે.
ઘણી વાર ગુસ્સે ભભૂક્યો છતાં,
હસી, વાત આખી જ ટાળી તમે.
ઘડી રાતની, બાળ રડતું હતું,
હસાવી, રમાડી, ઉછાળી તમે.
ન’તો હું કદી કોઈની આંખમાં,
મને પ્રેમથી ત્યાં નિહાળી તમે.
પરાગે ગઝલ તો લખી કાગળે,
ઘરે જિંદગીમાં જ ઢાળી તમે.
– પરાગ રતનપરા
#ગઝલ #પત્ની #દાંપત્ય #ઘર #પ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Wife #MarriedLife #Home #LoveAndCare #ParagRatanpara