← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તમને પંખી ગમે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે કહો છો,
તમને પંખી બહુ ગમે.
એટલે જ તો
બાલ્કનીમાં
સોનેરી પાંજરું
ટીંગાડ્યું છે.

તમે કહો છો,
તમને દરિયો ગમે.
એટલે
દીવાનખાનામાં
કાચનું માછલીઘર છે.

તમે કહો છો,
તમને હું ગમું —

ને હું
રોજ સાંજે
બારીના સળિયા
ગણું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનેતાજી અને મચ્છરઆગલો લેખ →અંદરે