← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નેતાજી અને મચ્છર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સભામાં
નેતાજી ગરજ્યા:
‘ભ્રષ્ટાચારને હું
મચ્છરની જેમ મસળી નાખીશ!’

એ જ વખતે
એક મચ્છર
એમના નાક પર આવી બેઠો.

નેતાજીએ જોરથી
તાળી પાડી —
મચ્છર તો ઊડી ગયો,
પણ જનતાએ
ઊભા થઈને
તાળીઓ પાડી.

બીજે દિવસે છાપામાં:
‘નેતાજીના ભાષણને
ઊભા થઈને વધાવ્યું.’

મચ્છર
આજે પણ
એમની આસપાસ જ ફરે છે,
લોહી ચૂસે છે,
અને દર પાંચ વર્ષે
એક સભા ગોઠવે છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખમાડીનો ગરબોઆગલો લેખ →તમને પંખી ગમે