તમારું નગર
ઘણાં વર્ષે, પ્રવાસે એ તમારું નગર આવે છે,
અચાનક ત્યાં ધબકતું દિલ: ‘અરે, એ જ ઘર આવે છે!’
ભલે હું ઊતરું ના, પણ નજર શોધે તને ભીડે,
હશે તું ત્યાં, કદાચે, એ સુવાસી લહર આવે છે.
ઉભાં’તાં આપણે બે, એ જ ચાની કીટલી પાસે,
હજી એની વરાળોમાં તમારી નજર આવે છે.
નથી ગાડી અહીં થોભે, ઝડપથી એ વહી જાતી,
અમારી જિંદગી જેવી અધૂરી સફર આવે છે.
પરાગે મ્હેક મૂકી’તી તમારા બારણે ત્યારે,
હજી ગાડી અહીંથી જાય, મ્હેકી અસર આવે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રવાસ #પહેલોપ્રેમ #યાદ #રેલગાડી #પરાગરતનપરા
#GujaratiGhazal #TrainJourney #FirstLove #PassingThrough #Memories #ParagRatanpara