← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તડકે મૂકો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીમા કહેતાં:
‘અથાણું, ગોદડાં, ને મન —
વરસમાં એક વાર
તડકે મૂકવાં.’

અથાણું તડકે મૂક્યું,
ગોદડાં તડકે મૂક્યાં;
મન
ઘરમાં જ રહ્યું,
બારીઓ બંધ કરીને.

હવે
એમાંથી
ભેજની વાસ આવે છે,
ને કોઈ જૂની વાત
ફૂગની જેમ
ખૂણે ખૂણે ફેલાઈ છે.

આ વૈશાખે
મનને પણ
ધાબે લઈ જઈશ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખટૂથપેસ્ટઆગલો લેખ →પડીકું