તડકે મૂકો
દાદીમા કહેતાં:
‘અથાણું, ગોદડાં, ને મન —
વરસમાં એક વાર
તડકે મૂકવાં.’
અથાણું તડકે મૂક્યું,
ગોદડાં તડકે મૂક્યાં;
મન
ઘરમાં જ રહ્યું,
બારીઓ બંધ કરીને.
હવે
એમાંથી
ભેજની વાસ આવે છે,
ને કોઈ જૂની વાત
ફૂગની જેમ
ખૂણે ખૂણે ફેલાઈ છે.
આ વૈશાખે
મનને પણ
ધાબે લઈ જઈશ.
– પરાગ રતનપરા