← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટાંકણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ટાંકણું તારું હતું, ને પથ્થરો મારા હતા,
ઘા હતા એ પ્રેમના, ને ઘાવ પણ પ્યારા હતા;
એક દી’ જોયું અરીસે, મૂર્તિ થઈ ઊભો હતો,
જે ખરી ગ્યા કાંકરા, એ પ્રેમના તારા હતા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાનાં ઘરેણાંઆગલો લેખ →લીમડો