સ્ત્રી
હું નદી છું, ધસમસું તો પથ્થરો પણ ઓગળે,
હું જ ધરતી છું, સહું તો બીજ ઊગી ઝળહળે.
ચૂલમાં ફૂંકું સવારે, રોટલા સાથે અહીં
કેટલાં અરમાન મારાં રોજ મૂંગાં થઈ બળે.
આંસુઓ પાલવ મહીં બાંધી ભલે રાખું છતાં,
સૌ સ્વજનનાં દુઃખ મારે એક છેડે જઈ ટળે.
તું મને અબળા કહે? તો જો જરા ઇતિહાસ પણ,
દ્રૌપદીના કેશ છૂટ્યા, તો યુગોના યુગ બળે.
આ ‘પરાગે’ એ જ જાણ્યું: જ્યાં જનેતા સાથ છે,
ત્યાં જ ઈશ્વર બાળ થઈને ખોળલામાં સળવળે.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્ત્રી #નારીશક્તિ #મા #સહનશક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #WomanPower #Strength #Motherhood #Resilience #ParagRatanpara