← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવા આંક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એકડે એક —
ઘરમાં એક ફોન હતો,
હવે માણસદીઠ એક.

બગડે બે —
બે ભાઈ, એક ઘર;
હવે એક ભાઈ, બે ઘર.

ત્રગડે ત્રણ —
ત્રણ ટંક ભોજન;
હવે ત્રણ ગોળી: સવાર, બપોર, સાંજ.

ચોગડે ચાર —
ચાર ધામની જાત્રા;
હવે ચાર સ્ક્રીન વચ્ચે
આખો દિવસ જાત્રા.

દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, દસડે દસ પછી શું આવે?’
મેં કહ્યું:
‘હપ્તો.’

એ આંક
આખી જિંદગી ગોખ્યો,
તોય
કદી પૂરો ન થયો.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખસ્ત્રીઆગલો લેખ →મૂકી દે