← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્ટેટસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એનું ‘સ્ટેટસ’ બદલાયું:
‘ઇન અ રિલેશનશિપ’.
ત્રણસો ‘લાઇક’,
બસો ‘હાર્ટ’,
પચાસ ‘કૉંગ્રેચ્યુલેશન્સ’.

છ મહિના પછી
‘સ્ટેટસ’ ફરી બદલાયું:
‘ઇટ્સ કૉમ્પ્લિકેટેડ’.
ત્રણસો ‘લાઇક’ ફરી.

મને નવાઈ લાગી —
લોકો બંને વાર
એટલા જ રાજી કેમ હતા?

કદાચ
હવે પ્રેમ નહીં,
બસ ‘ખબર’ ગમે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચકલીઆગલો લેખ →મારો ગોવાળિયો