← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્ટેટસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એણે સ્ટેટસ મૂક્યું:
‘મૂડ ઑફ.’

ત્રેપન જણે જોયું,
બે જણે પૂછ્યું: ‘શું થયું?’
એક જણે ઇમોજી મોકલ્યું —
રડતું, પણ પીળું.

બાજુના રૂમમાં
મા બેઠી હતી,
એને સ્ટેટસ જોતાં નથી આવડતું.

એણે તો બસ
દીકરાના બંધ બારણા સામે
ગરમ દૂધનો પ્યાલો મૂક્યો,
ને ધીમેથી ટકોરો માર્યો.

ચોવીસ કલાકે
સ્ટેટસ ગાયબ થઈ ગયું.
દૂધનો પ્યાલો
હજી
દર રાતે આવે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકનૈયા વિનાઆગલો લેખ →નાગપાંચમ