← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાગપાંચમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાગદેવતા, તમને નમીએ, પાંચમનું પરભાત,
ભીંતે દોર્યા કંકુ-કેસર, ખેતર-પાદર વાત.

ધરતીનું તમે ધારણ કરતા, પાતાળે રહી શેષ,
ફેણ ઉપર આખું જગ ઝીલો, તોય ન લાગે ક્લેશ;
અમે માથે થોડું ઝીલીએ, ત્યાં થાકે આખી જાત…
નાગદેવતા, તમને નમીએ…

રાફડે બેઠા રખવાળા, ખેતર કેરા દેવ,
ઉંદર ખાઈ ધાન બચાવો, એ જ તમારી સેવ;
માણસ તોયે લાકડી લઈને દોડે દિવસ ને રાત…
નાગદેવતા, તમને નમીએ…

પરાગ કહે: જે ઝેર ધરે છે, એ જ કરે ઉપકાર,
અમે તો મીઠું બોલીને પણ દઈએ ઝેરનો ભાર;
નાગ કરતાં માણસનો ડર, એવી આજની વાત…
નાગદેવતા, તમને નમીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસ્ટેટસઆગલો લેખ →ભીંત પર