સ્ટેટસ
એનું ‘સ્ટેટસ’ બદલાયું:
‘ઇન અ રિલેશનશિપ’.
ત્રણસો ‘લાઇક’,
બસો ‘હાર્ટ’,
પચાસ ‘કૉંગ્રેચ્યુલેશન્સ’.
છ મહિના પછી
‘સ્ટેટસ’ ફરી બદલાયું:
‘ઇટ્સ કૉમ્પ્લિકેટેડ’.
ત્રણસો ‘લાઇક’ ફરી.
મને નવાઈ લાગી —
લોકો બંને વાર
એટલા જ રાજી કેમ હતા?
કદાચ
હવે પ્રેમ નહીં,
બસ ‘ખબર’ ગમે છે.
– પરાગ રતનપરા