સિગ્નલ
લાલ લાઇટ.
નેવું સેકન્ડ.
કારના કાચ ઉપર ચડ્યા,
એસી ચાલુ,
ફોનમાં આંગળીઓ.
ને એ જ નેવું સેકન્ડમાં
એક દસ વરસની છોકરી
મોગરાના ગજરા લઈ
આખી હાર ફરી વળે છે —
બારીએ બારીએ ટકોરા,
‘લઈ લો ને, સાહેબ…’
લીલી લાઇટ.
ગાડીઓ સડસડાટ.
છોકરી
ડિવાઇડર પર ઊભી
ગજરા ગણે છે.
નગર કહે છે,
આ નેવું સેકન્ડ
‘વેડફાયેલો સમય’ છે.
એને ખબર નથી,
કોઈનું આખું ઘર
એ નેવું સેકન્ડમાં
ચાલે છે.
– પરાગ રતનપરા