← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્રાવણી સાંજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્રાવણની સાંજ આવી ઝરમર ઝાંઝર પહેરી,
ભીની ભીની ધરતીએ ઓઢી ચૂંદડી લહેરી.

ડુંગરને માથે ઝૂકી વાદળીની વેણી,
સૂરજે ઢોળી દીધી કેસરની ઢેલડી;
મોર બોલ્યો ટહુકો, ને કોયલ બોલી ડાળે,
ગામને પાદર ગાતી ગોવાળની ટોળી;
સાંજે ઝૂલે ઝૂલે ઝૂલતી આવી રે સાહેલી,
શ્રાવણની સાંજ આવી ઝરમર ઝાંઝર પહેરી.

પનઘટ પર ઘડા ને ઘડામાં આભ આખું,
ભીની ચૂંદડીમાં રંગ મેઘધનુનો રાખું;
મેંદીની ભાતમાં તો નામ એનું છુપાવ્યું,
વીજળીના ઝબકારે એ ય ઝળકી આવ્યું;
શરમાતી સાંજ જાણે ઊભી રે ડેલી,
શ્રાવણની સાંજ આવી ઝરમર ઝાંઝર પહેરી.

પરાગ કહે, આ સાંજ તો રંગોની હોળી,
વાદળે ગુલાલ છાંટ્યો, ધરતી રંગે બોળી;
આજ નથી ફાગણ, તો ય રમી લો સૌ સંગે,
ભીંજે જે અંગ અંગ, એ ભીંજે રંગે રંગે;
રાત પડે તો ય એની વાતો રહે મ્હેકી,
શ્રાવણની સાંજ આવી ઝરમર ઝાંઝર પહેરી.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખન છેડોઆગલો લેખ →અમે તો