← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્રાવણનો મૂંઝારો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્રાવણ આવ્યો ને મારા જીવને મૂંઝારો રે, કાનજી,
વરસે આભ ને મારો ઝૂરે ઓવારો રે, કાનજી.

જમના કાંઠે કદંબ ઝૂલે, ઝૂલો કોણ ઝુલાવે?
વાંસળીના સૂર વિના આ મોર કોને બોલાવે?
ભીંજે ગોપી, ભીંજે ગાયો, સૂનો મારો આરો રે, કાનજી…
શ્રાવણ આવ્યો…

ગોરમાનાં વ્રત મેં કીધાં, જાગરણ પણ જાગી,
સાતમ આઠમ મેળે ગઈ, તોય ન લગની લાગી;
દ્વારિકાના રાજવી થ્યા, ભૂલ્યા ગામ-ગુજારો રે, કાનજી…
શ્રાવણ આવ્યો…

પરાગ કહે: આ શ્રાવણ તો દર વરસે પાછો આવે,
પણ જે ગયો તે મથુરાથી ક્યાં કદી પાછો આવે?
રાધાને મન શ્રાવણ એટલે આંસુનો અણસારો રે, કાનજી…
શ્રાવણ આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકવિતા લખવી હોય તોઆગલો લેખ →પેન્શનજીનું ગીત