← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતા લખવી હોય તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કવિતા લખવી હોય તો
પહેલાં
બસ સ્ટૅન્ડ પર
છેલ્લી બસ ચૂકી જાવ.

બાના હાથનું
છેલ્લું શાક
ફ્રીઝમાં
બગડી જવા દો.

કોઈ અજાણ્યા બાળકને
રડતું જોઈ
ખિસ્સામાં હાથ નાખો,
ને ખાલી પાછો કાઢો.

પછી
કાગળ સામે બેસો,
ને કશું ન લખો.

જો તોય
કાગળ ભીનો થાય,
તો સમજજો —
કવિતા લખાઈ ગઈ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપહેલો સ્પર્શઆગલો લેખ →શ્રાવણનો મૂંઝારો