← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પેન્શનજીનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમે પેન્શન લઈને બેઠા, કે ભાઈ હવે નિરાંત,
સવારે બગીચે ચાલીએ, ને સાંજે કરીએ વાત.

બૅન્કની લાઇનમાં ઊભા, ને ‘લાઇફ સર્ટિફિકેટ’ માગે,
જીવતા છીએ એ સાબિત કરવા, આંગળી અંગૂઠો લાગે;
ક્લાર્ક કહે: ‘કાલે આવો’, ને અમે ગણીએ દિનરાત…
અમે પેન્શન…

વહુ કહે: ‘બાપુજી, જરા શાક લઈ આવો, ને દૂધ પણ,’
દીકરો કહે: ‘છોકરાં લાવજો નિશાળેથી, ને બિલ ભરજો તુર્ત પણ;’
નિવૃત્ત થયા, પણ નોકરી નવી — પગાર વિનાની જાત…
અમે પેન્શન…

પરાગ કહે: આ પેન્શનજી તો મોજથી જીવી જાણે,
દુ:ખને પણ હસીને મળે, ને મરણને ય પિછાણે;
ખાલી ખિસ્સે ગીત ગાય, ને હૈયે રાખે પ્રભાત…
અમે પેન્શન…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખશ્રાવણનો મૂંઝારોઆગલો લેખ →વૃદ્ધાશ્રમનું આલ્બમ