← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શૂન્ય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આગળે મૂકો મને તો કોઈ કિંમત ના રહે,
પાછળે મૂકો, દસગણું મૂલ્ય મારામાં વહે;
હું ભલે ને શૂન્ય હોઉં આ ગણિતના ચોપડે,
કોણ ક્યાં ઊભું રહે, એ પર બધું, ઈશ્વર કહે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફકીરીઆગલો લેખ →નામ લખ્યું