← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શોકસભા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જીવતો હતો ત્યારે
એ ત્રણ મહિના
હૉસ્પિટલના બાંકડે સૂતો રહ્યો.
કોઈ ન આવ્યું.

ભાડું બાકી હતું,
દવાનું બિલ બાકી હતું,
દીકરાનો ફોન
‘આઉટ ઑફ કવરેજ’ હતો.

મર્યો
ને બીજે દિવસે
શોકસભામાં
હૉલ નાનો પડ્યો.

એના ફોટા પર
એટલા હાર ચડ્યા
કે ચહેરો દેખાતો નહોતો.

કદાચ
એ જ સારું હતું.
નહીંતર
એ હસી પડત.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહળ મારું, બળ હરિનુંઆગલો લેખ →કડવો ઘૂંટ