શિયાળાનો તડકો
થોડો તડકો મારે ઓટલે, થોડો તારે ઘેર,
શિયાળાની સવાર આવી, લઈ હૂંફની લ્હેર.
દાદા બેઠા ખાટલે, ઓઢી ભૂરી ભૂરી શાલ,
દાદી શેકે શિંગ ને ગોળ, ગાય પ્રભાતી વ્હાલ;
ટાબરિયાં તડકામાં નાચે, જાણે ગરબે ફેર…
થોડો તડકો…
પાડોશણનો ઓટલો ઠંડો, છાંયો પડે દીવાલે,
મેં ખાટલો ખસેડી કીધું: ‘બેન, આવો આ પાલે’;
તડકો વહેંચ્યો તો વધી ગયો, ઓછો થયો ના લેર…
થોડો તડકો…
પરાગ કહે: આ તડકો તો ઈશ્વરનું ઝીણું દાન,
જેટલો વહેંચે, એટલો વધે, એવું એનું માન;
હૂંફ વહેંચી લે, મનવા, તો ઊતરે કદી ના ઝેર…
થોડો તડકો…
– પરાગ રતનપરા