શિવ-સ્તવન
ડમરુ ડમડમ વાગે, ભોલે, ડમરુ ડમડમ વાગે,
તારા તાંડવની તાલે આખું બ્રહ્માંડ જાગે.
જટામાં ગંગા ખળખળ વહે, ને ભાલે ચાંદો હસે,
ગળે ભુજંગ, ને ભસ્મ અંગે, કૈલાસે તું વસે;
વિષ પીધું તેં જગની ખાતર, એ નીલકંઠ સૌ માગે…
ડમરુ ડમડમ…
ના મંદિર, ના મહેલ માગે, ના સોનું, ના હાર,
એક લોટો જળ, બીલીપત્ર, ને સાચો ભાવ અપાર;
ભોળો તું તો ભાવનો ભૂખ્યો, ભક્તને ભેટે આગે…
ડમરુ ડમડમ…
પરાગ કહે: હે શંભુ, મારા અહંને બાળી નાખ,
ભસ્મ બની જે બચે, એને તારા અંગે રાખ;
‘હર હર’ જપતાં જપતાં મારું મન તારામાં લાગે…
ડમરુ ડમડમ…
– પરાગ રતનપરા