← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુલાબ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુલાબ
જાણે છે
કે એ સુંદર છે.

એટલે જ
કાંટાઓ વચ્ચે રહે છે.

માણસ પણ
જાણે છે
કે એ સુંદર નથી,

એટલે જ
પોતાની ચારે તરફ
કાંટાળી વાડ બાંધે છે —

ને પછી ફરિયાદ કરે છે
કે કોઈ
એને સૂંઘવા કેમ નથી આવતું?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપહેલી ઉત્તરાયણઆગલો લેખ →શિવ-સ્તવન