શિકાયત
ન વેરી છું, ન દુશ્મન છું, ફકત થોડી શિકાયત છે,
ખુશી દે કે વ્યથા દે તું, બધી તારી ઇનાયત છે.
ગરીબોના ઘરે દીવો, અમીરોને ઘરે ઝુમ્મર,
તને આ ભેદ શોભે છે? કહે, કોની હિમાયત છે?
હવે તો આરતી પણ થાય છે મોબાઈલે, ભગવન!
પ્રસાદી પણ હવે ડિજિટલ, નવી કેવી રિવાયત છે!
ગગન આપ્યું વિહંગોને, સમંદર માછલીઓને,
મને નાની જગા દેતાં તને કેવી કિફાયત છે!
પરાગે ફૂલને પૂછ્યું, ‘ખરી જાશે, નથી ડર શું?’
કહે: ‘ખરવું ય ઈશ્વરની જ દીધેલી હિદાયત છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #ઈશ્વરનેફરિયાદ #શ્રદ્ધા #હળવોવ્યંગ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #ComplaintToGod #FaithAndDoubt #LightSatire #Surrender #ParagRatanpara