તારું ગીત
શ્વાસની આ વાંસળીમાં સૂર તું રેલાવજે,
શબ્દ ખૂટે ત્યાં મને તું મૌનમાં ગવડાવજે;
હું રહું કે ના રહું, આ ગીત તારું ચાલશે,
આંસુઓનું અર્ઘ્ય લઈ ઊભો, મને ભીંજાવજે.
– પરાગ રતનપરા
શ્વાસની આ વાંસળીમાં સૂર તું રેલાવજે,
શબ્દ ખૂટે ત્યાં મને તું મૌનમાં ગવડાવજે;
હું રહું કે ના રહું, આ ગીત તારું ચાલશે,
આંસુઓનું અર્ઘ્ય લઈ ઊભો, મને ભીંજાવજે.
– પરાગ રતનપરા