શેઢો
બાપુએ
ભાઈ સાથેના ઝઘડામાં
ખેતરનો શેઢો
એક હાથ
જતો કર્યો.
ગામ હસ્યું:
‘ઢીલા પડ્યા.’
આજે ત્રીસ વર્ષે
ભાઈનો દીકરો
બાપુના ખાટલે બેસીને
ખાંસતા બાપુને
દવા પાય છે.
શેઢો તો
હજી ત્યાં જ છે,
પણ વચ્ચે
વાડ નથી.
એક હાથ જમીન
જતી કરી હતી —
આખો ભાઈ
પાછો મળ્યો.
– પરાગ રતનપરા