← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શેઢે ઊભો ખેડુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હળ ખભે ને આંખ આભમાં, ખેડુ ઊભો શેઢે,
વરસ રે, ઓ મેહુલા, તારી વાટ ગણું હું વેઢે.

બિયારણ તો ઉધાર આણ્યું, ખાતર આણ્યું વ્યાજે,
ઘરવાળીની વાળી મૂકી શાહુકારની પેઢે;
હવે તો તારી મરજી, મેહુલા, ખેતર તારે તેડે.
હળ ખભે ને…

છોકરાં પૂછે: ‘બાપુ, આ વરસ નવાં કપડાં લાવશું?’
હું કહું: ‘મેહુલો વરસે તો દિવાળી પણ ગાશું’;
આશાનું એક કોડિયું બાળી મૂકું ઓટલા કેડે.
હળ ખભે ને…

પરાગ કહે: ખેડુ જેવો શ્રદ્ધાળુ ના કોઈ,
વાદળ દીઠાં વિના વાવે, એ ધીરજ મેં જોઈ;
ભગવાન પણ ઊભો રહી જાય ખેડુ કેરા શેઢે.
હળ ખભે ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહાથ ન છોડજેઆગલો લેખ →તળ